Chhota Udepur
બોડેલી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જીલ્લામાં આજરોજ તારીખ ૨૧/૦૬/૨૩ ના રોજ વિશ્વ યોગ દિવસના અવસર પર નામદાર નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરિટી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના ઉપક્રમથી અત્ર વિશ્વ યોગ દિવસના કાર્યક્રમ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી તરફથી આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અંદલદીપ તિવારી, બીજા એડી. ડિસ્ટ્રીક જજ બોડેલી તથા આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી અને પ્રિન્સિપાલ સીની સિવિલ જજ અને એડી ચીફ જ્યુડિશિયલ મેજી બોડેલી તથા એડી સિવિલ જજ એ.પી વર્મા તથા સરકારી વકીલ યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા બોડેલી બાર અશોશીયેશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત તથા તમામ હોદ્દેદારો તેમજ સિનિયર જુનિયર વકીલ મિત્રો તથા યોગ શિક્ષક નરેશભાઈ રાજપુરોહિત તથા કોર્ટ સ્ટાફ હાજર રહેલા હતા.
સાથે મળી વિશ્વ યોગ દિવસને ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી અને યોગ કરવાથી સ્વસ્થ સારું રહે અને નીરોગી રહી શકાય તેવા આશયથી વિશ્વ યોગ દિવસને ઉજવણી કરવામાં આવી તેમજ લોકોના જીવનનું આયુષ્ય વધે તેવા શુભ આશય થી નામદાર નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના ઉપક્રમ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.