Chhota Udepur
વાહ ભીખુસિંહ શું કારણ આપ્યુ છે, રેતી માફિયાઓ બચી ગયા, રેતી પુલ નીચે આવાથી પુલ તુટે કે પછી રેતી કાઢવાથી
વાહ ભીખુસિંહ શું કારણ આપ્યુ છે, રેતી માફિયાઓ બચી ગયા, રેતી પુલ નીચે આવાથી પુલ તુટે કે પછી રેતી કાઢવાથી
ભીખુસિંહ પરમારે બ્રિજ તૂટવાનું આ કારણ બતાવ્યું: ‘નેશનલ હાઇવેનો પુલ જૂનો હોવાના કારણે અને નીચે રેતી આવે છે અને એનો પાયો મજબૂત ન બનવાના કારણે બ્રિજ તૂટ્યો છે’
છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાની સ્થિતિની સમીક્ષા માટે પ્રભારી મંત્રી ભિખુસીંહ પરમાર જિલ્લાનું મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ નેશનલ હાઇવેનો પુલ જૂનો હોવાના કારણે નીચે રેતી આવે છે અને એનો પાયો મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે બ્રિજ તૂટ્યો હોવાનું નિવેદન કર્યું છે.
જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લાની સમીક્ષા માટે જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને સંગઠનના આગેવાનો સાથે મિટિંગ કરીને જિલ્લાની માહિતી મેળવી હતી.
ત્યાર બાદ પત્રકારો સાથે વાર્તાલાપ કરતા મોટું નિવેદન કર્યું છે અને કહ્યું કે નેશનલ હાઇવેનો બ્રિજ ખૂબ જૂનો હતો. એ જૂનો થવાના કારણે અને નીચે જે રેતી આવે છે. તેમજ જે તે વખતે એનો જે પાયો મજબૂત ન બનવાના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો હોવાની માહિતી મળી હોવાનું જણાવ્યું હતું.
પ્રભારી મંત્રીએ સ્થાનિક જનતાને 35 કિલોમીટર જેટલો ફેરવો ફરવાનો વારો આવવા મુદ્દે જણાવ્યું કે, વહીવટીતંત્ર તરફથી જેમ બને તેમ જલદી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સુચના આપી હોવાનું પણ જણાવ્યું હતું. વરસાદ થોડો રોકાય એટલે ઝડપથી એ કામ પૂરું કરી લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો પ્રયત્ન કરવાનું જણાવ્યું હતું.
ભીખુસિંહ પરમારે બ્રિજને નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવા પડે તે સરકાર લેશે તેવું પણ જણાવ્યું હતું. તેઓએ જિલ્લાના બીજા 5થી 6 બ્રિજ આવા હોવાનું જણાવી કહ્યું કે એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ન થાય તે માટે નવા બ્રિજ બને એ માટે વિચાર કરવાનું જણાવ્યું છે.
આ ઉપરાંત વૈકલ્પિક રૂટ ખખડધજ હોવા મુદ્દે જણાવ્યું કે, રંગલી ચોકડીથી છોટા ઉદેપુર આવવાનો રસ્તો મે પણ જોયો છે અને એ રસ્તો સત્વરે રીપેરીંગ થાય જેથી કરીને લોકોની તકલીફ દૂર થાય.