Vadodara
અટલાદરા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિતે ટ્રાન્સજેન્ડર માટે યોગ કાર્યક્રમ
શારીરિક યોગ અભ્યાસને હવે માનસિક પરિવર્તનના સ્તર પર લઈ જવો જોઈએ: માનવેન્દ્રસિંહજી ગોહિલ વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે લક્ષ્ય ફાઉન્ડેશન ટીમ માટે ખાસ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં LGBTQ કોમ્યુનિટી ગ્રુપના લગભગ ૪૦ જેટલા ટ્રાન્સજેન્ડર યોગ કર્યા હતા.LGBTQ કોમ્યુનિટી લક્ષ્ય ફાઉન્ડેશન વડોદરાના સ્થાપક અને ભારતીય વકીલ આયોજક પ્રિન્સ માનવેન્દ્રસિંહજી ગોહિલ વડોદરા યોગ બોર્ડના વરિષ્ઠ સંયોજક માનવીબેન અને ભાઈ ઈન્દ્રજીતજી હાજર રહ્યા હતા.
વડોદરા યોગ બોર્ડના સંયોજક સુનિલભાઈ અને મીનાક્ષીબેન ઉપરાંત બ્રહ્માકુમાર સુરેન્દ્રભાઈ યોગ પ્રશિક્ષક તરીકે સેવા આપી હતી.
પ્રોગ્રામની શરૂઆતમાં પ્રી સ્કૂલના ટ્રસ્ટી આરતીબેને જણાવ્યું કે જૂન મહિનો LQBTQ સમુદાય દ્વારા પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે. આ સમયે આ યોગ કાર્યક્રમનું આયોજન વિશેષ મહત્વનું હોય છે.
બ્રહ્માકુમાર સુરેન્દ્રભાઈએ યોગના માનસિક પાસાઓ પર વિશેષ ભાર આપતા કહ્યું કે, શારીરિક યોગ આપણા શારીરિક આરોગ્યને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ આજકાલ વૈજ્ઞાનિકોએ આ હકીકતને માન્યતા આપી છે કે ૮૦ ટકાથી વધુ બીમારીઓના કારણ માનસિક વિકારો અને નબળાઇઓ છે.
માનસિક પ્રવૃત્તિઓ દ્વારા વ્યકિત સમગ્ર શરીર સાથે ઊંડા સંબંધ ધરાવે છે. આને કારણે માનસિક સ્થિતિનો અસર શરીર પર વધારે થાય છે. આજના સમયમાં યોગમાં માનસિક સ્તરના વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ. તેઓએ જણાવ્યું કે, LGBTQ સમુદાયની પ્રગતિ માટે યોગ બોર્ડ તેમનો પૂરતો સહયોગ આપશે. માનવીબેને જણાવ્યું કે, આધ્યાત્મિક મંચ પર પોતાના મનોભાવોને સ્પષ્ટપણે વ્યક્ત કરવાની તક આપવા બદલ તેઓ સેન્ટર ઇન્ચાર્જ બી.કે. ડૉ.અરુણા દીદી અને બ્રહ્માકુમારીઝનો આભાર માન્યો હતો.
માનવેન્દ્રસિંહજીએ કહ્યું કે, શારીરિક યોગ અભ્યાસને આપણે હવે માનસિક પરિવર્તનના સ્તરે લઈ જવું જોઈએ અને તે માટે તેઓ રાજયોગ કોર્સનો અભ્યાસ કરશે. વર્ષોથી તેઓએ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ અને બ્રહ્માકુમારી બહેનો સાથે સંપર્ક જાળવ્યો છે. માઉન્ટ આબુની મુલાકાત અને અમેરિકાના સેન્ટરો ની મુલાકાતનો આનંદદાયક અનુભવ પણ તેમને થયો છે.
બી.કે.ડૉ. અરુણાદીદીએ રાજયોગ શીખીને મનને શાંત અને શક્તિશાળી રાખવાની રીત સમજાવી અને યોગ દ્વારા મનની શાંતિની ઊંડાણ પૂર્વક અનુભૂતિ કરાવી હતી.
ભ્રાતા ઈન્દ્રજીત જી, સુનીલભાઈ, સુરેન્દ્રભાઈ અને મીનાક્ષીબહેને ,પ્રી સ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી બહેન આરતીજી સમગ્ર સભા મહેમાનોની આત્માઓની જ્યોતિ પરમાત્મા પ્રજ્વલિત કરે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી.