Panchmahal
બે સગી બહેનો સાથે લોન ના નામે છેતરપિંડી તમે પણ રાખજો ધ્યાન
(સુરેન્દ્ર શાહ દ્વારા “)
હાલોલ ના ગોધરા રોડ પર આવેલ પ્રેમ એસ્ટેટની પાછળની સાગર સોસાયટીમાં રહેતી બે બહેનોના નામે લોન અપાવવાના બહાને દસ્તાવેજો મેળવી વડોદરાની એલ એન્ડ ટી ફાઇનાન્સ કંપની માંથી લોન પાસ કરાવી હાલોલ ની રવિ એજન્સીમાંથી સ્કૂટર લઈ વેચી માર્યા હતા. જીતુ સોલંકી નામના વ્યક્તિએ આ બંને બહેનો સાથે પોતાની વાતોમાં ભેળવીને તેઓના પાનકાર્ડ આધારકાર્ડ ફોટા તથા લોન મેળવવા માટે જરૂરી એવા તમામ પેપરો લઈ મુથૂટ ફાઇનાન્સ માંથી લોન અપાવવાના બહાને શહી ઓ કરાવી હાલોલ તાલુકાના ઘરીયાલ ગામે રહેતા વિરેન્દ્ર અજબ રાઠોડ કે જે એલ&ટી ફાઇનાન્સ કંપની વડોદરા ખાતે નોકરી કરે છે તેનો સાથ લઈ લોન પાસ કરાવી હાલોલ ની રવિ એજન્સીમાંથી બે સ્કૂટર લઈ બારોબાર ગોધરાના પોલન બજારમાં રહેતા સહેજાદ સદ્દામ ને બંને સ્કૂટર વેચી દીધા હતા
દોઢ વર્ષ પછી આ બંને બહેનો મંજુલા બહેન સોલંકી તથા તેની બહેન ટીની બહેન ના ગરીબીનો લાભ લઈ મુથુટફાઇનાન્સ માથી લોન અપાવવા મત લોન પેપર ઉપર સહી ઓ કરાવી બંને સાથે છેતરપિંડી કરી વડોદરા ની ફાઇનાન્સ કંપની માથી લોન પાસ કરાવી બર્ગમેન અને સુજુકી એક્સેસ હાલોલ ની રવિ એજન્સી માથી ખરીદ કર્યા અને પરભારા વેચી માર્યા દોઢ વર્ષ સુધી હપ્તો નહીં ભરાતા બંને બહેનોના નામે હપ્તા નહીં ભર્યા ની નોટિસ આવતા બંને બહેનો એ તપાસ કરતા આ વિગત સપાટી પર આવતા બંને બહેનોએ હાલોલ પોલીસ સ્ટેશનમાં જીતુ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા જીતુ સોલંકી ભૂગર્ભ માં ઉતરી ગયો છે જ્યારે ગરીયાલ નો વિજેન્દ્ર અજબ રાઠોડ ની ધરપકડ કરવામાં આવીછે આ બંને બહેનોની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં રહેતા જીતું સોલંકી એ ઓળખાણનો લાભ લઈ કાગળ ઉપર સહીઓ કરાવી બંને બહેનોને સાણસા માં લીધા હતા આ ઉપરાંત બીજા ત્રણ સ્કૂટર પણ લીધા હોવાનું ચર્ચાય છે પરંતુ તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે જ્યારે આ કેસમાં મદદ કરનાર ગરીયાલ ના વિરેન્દ્ર અજબ રાઠોડ ની ધરપકડ કરી પુછપરછ આદરી છે તથા ગોધરાથી બંને સ્કૂટર પરત લાવવાની તૈયારીઓ હાલોલ પોલીસ દ્વારા કરવામાં આવી છે