Tech
ફેક કોલ માંથી મળી જશે હંમેશ માટે રજા, બસ ફોનમાં કરો આ સેટિંગમાં

આ દિવસોમાં સ્પામ કોલિંગની સંખ્યામાં વધારો થયો છે. ટેલિ માર્કેટિંગ કંપનીઓ સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી તમારો મોબાઈલ નંબર સરળતાથી મેળવી લે છે, પછી તમારા મોબાઈલ નંબર પર દરરોજ ડઝનબંધ સ્પામ, પ્રમોશનલ કૉલ્સ કરવામાં આવે છે. જો તમે આ અજાણ્યા કૉલ્સથી પરેશાન છો અને આવા કૉલ્સથી હંમેશ માટે છૂટકારો મેળવવા માંગો છો, તો તમારે ફોનના સેટિંગમાં થોડો ફેરફાર કરવો પડશે. આ પછી, તમારા નંબર પર આવતા અજાણ્યા કોલ બ્લોક થઈ જશે. બાય ધ વે, Truecaller એપ પણ આ કામમાં તમારો રસ્તો સરળ બનાવી શકે છે.
સાવચેતી જરૂરી છે
યુઝર્સે ફ્રોડ કોલિંગથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે આવા કોલ બેંક ફ્રોડનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ શંકાસ્પદ કોલને બ્લોક કરી દેવો જોઈએ. અજાણ્યા મોબાઈલ નંબરને કેવી રીતે બ્લોક કરવો સૌ પ્રથમ, તમારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા ટેબલેટમાં ગૂગલ એપ ખોલવી જોઈએ. આ પછી, ઉપરના જમણા ખૂણામાં દેખાતા ત્રણ ડોટ વિકલ્પ પર ટેપ કરો. ત્યારબાદ તમને Settings ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. આ પછી “બ્લોક કરેલ નંબર્સ” પર ટેપ કરો. આ પછી Unknow ઓપ્શનને ઓન કરવાનું રહેશે. આ પછી, તમારા ફોન અથવા ટેબલેટ પર અજાણ્યા કૉલ્સ અવરોધિત થઈ જશે. જો તમે આ લિસ્ટમાં કોઈ વધારાનો કોન્ટેક્ટ એડ કરવા માંગો છો, તો તમારે તે નંબર પર ટેબ કરવું પડશે, પછી બ્લોક ઓપ્શન પર ક્લિક કરો. તે પછી તે સંપર્ક બ્લોક થઈ જશે.