Connect with us

Tech

તમારી ઇનસ્ટાગ્રામ પ્રોફાઈલ અન્ય વેબસાઈટમાં બતાવી શકાશે

Published

on

આજના આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનમાં લોકો પોતાની રિયલલાઈફ કરતા સોશિયલ મીડિયા લાઈફ વધુ જીવી રહ્યા છે. આજના આધનિક યુગમાં અલગ અલગ પ્રકારની અનેક પ્રકારની ઓનલાઈન એપ્લીકેશન આવો ગઇ છે. ત્યારે એપ કંપનીઑ પણ પોણા યુઝર્સ માટે નવા નવા અપડેટ લઈને આવતું હોય છે. ઇન્સ્ટાગ્રામ પરનો તમારો પબ્લિક પ્રોફાઇલ તમારી વેબસાઇટમાં એમ્બેડ કરવાની સગવડ હવે મળી છે. આ રીતે આપણા મિનિ-પ્રોફાઇલ વેબસાઇટ પર બતાવી શકાશે. આ ફીચર ‘પ્રોફાઇલ એમ્બેડ’ તરીકે ઓળખાય છે. જે વેબસાઇટ પર આ રીતે પ્રોફાઇલ ઉમેરાયો હશે ત્યાં પ્રોફાઇલની વિગતો ઉપરાંત, એ એકાઉન્ટની છેલ્લી છ ઇમેજ જોવા મળશે.

બિઝનેસ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા લોકો માટે આ સગવડ ખાસ્સી ઉપયોગી છે કેમ કે તેનાથી તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને વધુ પોપ્યુલર કરવાની તક મળશે. અત્યાર સુધી આ રીતે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ અને વીડિયોને અન્ય વેબસાઇટ્સમાં એમ્બેડ કરી શકાતાં હતાં. પ્રોફાઇલને અન્ય વેબસાઇટ પર ઉમેરવા માટેનો કોડ મેળવવા માટે, વેબબ્રાઉઝરમાં  જે તે એકાઉન્ટ ઓપન કરી, ત્રણ ડોટ પર ક્લિક કરીને, એમ્બેડ સેક્શનમાં જવાનું રહેશે. ત્યાંથી પ્રોફાઇલ અન્ય જગ્યાએ બતાવવા માટેનો કોડ કોપી કરી શકાશે. આ કોડ અન્ય વેબસાઇટના પેજમાં એચટીએમએલ બ્લોકમાં કે કોડ રીડર પ્લગ-ઇનમાં પેસ્ટ કરી શકાશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!