Chhota Udepur
દરબાર હોલ છોટાઉદેપુર ખાતે આદિવાસી અધિકાર દિન ની ઉજવણી અંતર્ગત યુવા શિબિર
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
૧૩ સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ ની ઉજવણી નાં ભાગરૂપે આજે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે એક યુવા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૦૦૭ માં યુનો એ આદિવાસીઓ પોતાને મળેલા બંધારણીય અધિકારો વિશે જાણે સમજે અને તેની જાળવણી થાય તે હેતુથી ૧૩ સપ્ટેમ્બર ને આદિવાસી અધિકાર દિવસ તરીકે મનાવવા માટે જાહેર કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમન્વય મંચ ભારત દ્વારા વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે દેશમાં અલગ અલગ જગ્યાએ તે માટે રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે હિમાચલ પ્રદેશ ના સેલાન ખાતે રાખવામાં આવ્યો છે.
છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ આદિવાસી અધિકાર દિન નિમિત્તે વિવિધ વક્તાઓ દ્વારા આદિવાસી ઓને મળેલા બંધારણીય અધિકારો વિશે ઉપરાંત શિક્ષણ અને આરોગ્યલક્ષી તેમજ અલગ અલગ મુદ્દાઓ પર યુવાનો ને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.