Connect with us

Gandhinagar

કૃપાલુ આશ્રમ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં G -20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

Published

on

Youth dialogue program under G-20 was held under the chairmanship of Collector at Kripalu Ashram

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G- 20નું અધ્યક્ષસ્થાન મળ્યું છે ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે આજરોજ

Youth dialogue program under G-20 was held under the chairmanship of Collector at Kripalu Ashram
કાલોલ તાલુકાના કૃપાલુ સમાધિ આશ્રમ ખાતે G -20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વકતાઓ દ્વારા આજની યુવા પેઠીમા ગ્લોબલ વોર્મિંગની અસરો અને તેના નિવારણ માટે શું કરી શકાય છે તેના પર વ્યક્તવ્ય રજુ કરીને ઉપસ્થિત યુવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,વક્તા ધર્મેશભાઈ મહેતા, ઈશાનભાઈ સોની,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ,જિલ્લા સંયોજક સહિત યુવા બોર્ડના સંયોજકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!