Connect with us

Gujarat

ખતરનાક મનસૂબો ધરાવતો યુવક 2 પિસ્ટલ 8 જીવતા કારતુસ સાથે ઝડપાયો: શું આ કોઈ શાર્પસૂટર છે ??

Published

on

(રિપોર્ટર: રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા જૂની ચેક પોસ્ટ પાસેથી સેવાલિયા પોલીસે એક વ્યક્તિને ભારતીય બનાવટની લાયસન્સ વગરની બે નંગ પિસ્ટલ અને ૮ નંગ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો.આ બનાવ અંગે સેવાલિયા પોલીસે આ ઈસમ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\

Advertisement


પ્રાપ્ત માહિતી અનુસાર સેવાલિયા મહીસાગર નદીના કિનારે આવેલ જૂની ચેકપોસ્ટ પર સેવાલિયા પોલીસના જવાનો ચેકિંગમાં ઉભા હતા તે દરમ્યાન બડવાણીથી અમદાવાદ તરફ જતી બસને રોકી અંદર ચેકીંગ કરતા એક મુસાફર પોલીસને જોઈ ગભરાઈ જતા પોલીસને શંકા ગઈ તેની તલાશી લેતા લેધરની બેગમાં કપડાંની અંદરથી ભારતીય હાથ બનાવટની લાયસન્સ વગરની લોખંડની 2 નંગ પિસ્ટલો મળી આવી હતી અને પેન્ટના ખિસ્સામાંથી 8 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની અટકાયત કરી તેનું નામઠામ પૂછતાં તેનું નામ મનસુખભાઇ નાગજીભાઈ (બોટાદ) નો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઈસમની અટકાયત કરી 2 નંગ પિસ્ટલ તથા ૮ નંગ જીવતા કારતુસ કબજે લઈ આ પિસ્તોલ ક્યાં વાપરવાની હતી શું આ કોઈ સૂટર છે કે કેમ તે દીશામાં એસ.ઓ.જી પોલીસે તપાસ હાથ ધરીછે

Continue Reading
Advertisement
error: Content is protected !!