Connect with us

Gujarat

ચાલીસ હજાર ઈંટો મફત આપી અધિકારીઓને મૂઠ્ઠી માં કરનાર ઝફરે ફરી શરૂ કર્યો લાલ માટીનો કાળો કારોબાર

Published

on

(અવધ એક્સપ્રેસ તા.૨૭)

એરાલ ચોકડી ઉપર આવેલ આર.જે. વન ભઠ્ઠા ના માલીક ઝફરે અધિકારીનો બંગલો બનાવવા મફત 40,000 ઈંટો શું આપી આજુબાજુ ના ગ્રામજનોને ગાંઠતો નથી અને જાલ્યો જલાતો નથી બે ત્રણ દિવસના વિરામ બાદ ભૂમાફીઆ ઝફરે ફરી લાલ માટીનો કારોબાર શરૂ કર્યો છે. અધિકારીઓએ મફતમાં લીધેલી 40 હજાર ઈંટો સરકારની તિજોરીને બહુ મોંઘી પડી રહી છે. લાલ ઈંટો સરકારને સોનાની ઈંટો કરતાં પણ મોંઘી પડી રહી છે બબ્બે જે.સી.બી અને 10 થી વધુ ટ્રેકટર લગાવી ઝફર ફળદ્રુપ ગણાતી લાલ માટી ઉપર કાળો કહેર બનીને ત્રાટક્યો હોય તેમ માટી પોતાના ભઠ્ઠામાં ઠાલવી રહ્યો છે તંત્ર આ બધુ મુક્ પ્રેષક બનીને તમાશો જોઈ રહ્યું છે. ઝફર સામે કાર્યવાહી કરવાની કોઈની હિંમત ચાલતી નથી

Advertisement

કાલોલ હાલોલ અને ઘોઘંબા તાલુકાની સરહદે આવેલા એરાલ ચોકડી ઉપર ઈંટોના ભઠ્ઠા તંત્રની મહેરબાની અને અહેસાનનું વળતર ચૂકવવા માટે બે ખોફ ધમધમી રહ્યા છે. ભઠ્ઠાના ભૂમાફીઆ સંચાલકો બેફામ બની આજુબાજુના ખેતરો તથા કોતરો માંથી લાલ માટીનું ખનન કરી રહ્યા છે. બબ્બે જેસીબી તથા 10 જેટલા ટ્રેક્ટર વડે બેફામ ખોદકામ કરી માટી પોતાના ભઠ્ઠામાં લાવી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા ભઠ્ઠા માલીકો સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. બે ત્રણ દિવસના વિરામ બાદ ઝફરના નામના ભુમાફીઆએ ફરી ખેતરો અને કોતરો ખૂંદવાનું શરૂ કરી દીધું છે.

રોયલ્ટી ભૂખ્યા તંત્રએ કેટલું ખોદાણ થઈ રહ્યું છે. કેટલા ટ્રેક્ટર માટી કાઢી કેટલા માપનું ખોદકામ કર્યું તે તપાસ કરવાની દરકાર શુદ્ધા લીધી નથી સરકારી તંત્ર ઝફર થી આટલું ડરે છે કેમ 40,000 ઈંટોના અહેશાનની અવેજમાં ઝફર હજારો ટન માટી ખોદી તેની લાખો ઈંટો બનાવી બજારમાં વેચી ચૂક્યો છે છતાં પણ તંત્ર તેની સામે કાર્યવાહી કરતું નથી. લોકચર્ચા મુજબ ઝફરે એક અધિકારીનું ઘર બનાવવા માટે 40,000 ઈંટો મફતમાં ગાંધીનગર પહોંચાડી હતી. એક તલાટીએ ઝફર અને અધિકારી વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવી હતી. મફત ઈંટો મળતા તંત્ર ઝફર સામે જી હજુરી કરવા લાગ્યું બે લાખની ઈંટો આપી ઝફર બે કરોડની માટી ખનન કરી ચૂક્યો છે છતાં પણ તંત્ર તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં રસ દાખવતુ નથી.

Advertisement

તંત્ર ઝફરને આટલું સાચવી કેમ રહ્યું છે તે સમજાતું નથી. તંત્ર મૌન અને કાર્યવાહી થી દૂર રહેતા અનેક શંકા કુશંકા ઉપજાવે છે. અધિકારી અને ઝફર વચ્ચે થયેલી ડીલ ના પુરાવા રેકોર્ડ કરી અધિકારીનું નાક તો નથી દબાવી રહ્યો ને આવી અનેક ચર્ચાઓએ આ વિસ્તારમાં જોર પકડ્યું છે હાલમાં એરાલ ચોકડી ઉપર આવેલ ઝફરના ભઠ્ઠામાં ટ્રેક્ટરો આજુબાજુ થી મોટા પ્રમાણમાં માટી ઠાલવી રહ્યા છે તંત્ર ઉપર ઝફરે કરેલી મહેરબાનીનો બોઝ હલકો થયો હોય તો તંત્ર ભઠ્ઠા ઉપર જઈ તપાસ કરી, ઝફર ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકે છે ? ?

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!