Gujarat
ડિગ્રી નહિ દિમાગ ચલાવી ડોક્ટર બની ઈલાજ કરતો હતો ઝોલાછાપ તબીબ
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબાના વીરાપુરા ગામે ડિગ્રી વિના ડોક્ટર બની ગયેલા ઝોલાછાપ ને SOG પોલીસે ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પંચમહાલ SOG ને ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા ડોક્ટરોને ઝડપી પાડવા સુચના આપી હતી તેના અનુસંધાને એસઓજી પોલીસે ઘોઘંબા તાલુકાના વીરાપુરા તથા ગોધરા ખાતે કોઈપણ જાતની ડિગ્રી વિના દવાખાનું ખોલીને બેસી ગયેલા ઊંટવૈદોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
વીરાપુરા ગામે રમઝાની સુલેમાન બીદાની નામનો ઈસમ ડિગ્રી વિના દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે રેડ પાડી એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ રૂપિયા 42000 નો મુદ્દામાલ જપ્ત કરી નકલી ડોક્ટર ને જેલ ભેગો કર્યો હતો સાથે સાથે ગોધરા શહેરમાં પણ ઉંમર ફારૂક વાઢેલ નામનો ઈસમ દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરતો હોય તેના વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી