Gujarat
કાલસરમાં આદિવાસી યુવા સમિતિની ઝોન-3ની મીટીંગ સ્વયંભૂ લોકો ઉમટતા જગ્યા નાની પડી
આજરોજ ઘોઘંબા તાલુકાના કાલસર ખાતે આદિવાસી યુવા સમિતિ ઝોન-3 ખાસ બેઠક યોજાઇ હતી ઝોન-3 માં સમાવેશ થતા વિવિધ ગામો જેવાકે ચેલાવાડા, રીંછિયા,કાલસર, તાડકુંડલા, તરીયાવેરી, ઘોઘંબા,, ગોઠ, સવાપુરા, ખરખડી, ભાણપુરા, રણજીત નગર, બોરીયા ના કાર્યકરો આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા બેઠક ની જગ્યા પણ નાની પડી હતી અને કાર્યકરોએ કમ્પાઉન્ડ વોલ ઉપર બેઠક જમાવી હતી મીટીંગના મુખ્ય વક્તા તરીકે મગનભાઈ રાઠવા ,જીમા ભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજયભાઈ વગેરે આદિવાસી યુવા સમિતિની કાર્ય પ્રણાલી ને લઈ લોક સેવાના કરેલ કાર્યો તથા આદિવાસી સમાજની સમસ્યાઓ અને તેની નિવારણના ઉપાયો તથા અન્યાય અને શોષણ ખોરી સામે એક જૂથ થઈ હકની લડાઈ લડી લેવા હાકલ કરી હતી આગામી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાના હોય ઘોઘંબા ખાતે આદિવાસીઓના જનનાયક બિરસા મુંડા ની મૂર્તિનું અનાવરણ થનાર હોય તેમાં આદિવાસી યુવા સમિતિના સૌ કાર્યકરોને નિસ્વાર્થ ભાવે સહયોગ આપવા હાકલ કરવામાં આવી હતી
આદિવાસી યુવા સમિતિ સમાજ સેવાના કાર્યો માં અગ્રેસર છે હજારો યુવાનો આ સમિતિમાં જોડાયાછે આદિવાસી સમાજ ની સંસ્કૃતિનું રક્ષણ,સમાજ ના પડી ગયેલા વર્ગ ને આર્થિક મદદ સાથે અન્ય સેવાકીય પ્રવુર્તી કરી આદિવાસી યુવા સમિતિ આદિવાસી સમાજ માં લોકપ્રિય બની છે તેમના કાર્યો થી પ્રભાવિત થઈ યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં આદિવાસી યુવા સમિતિ નું સભ્યપદ મેળવી રહ્યા છે