Connect with us

Panchmahal

ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટી સામે હિસાબોમાં ગોલમાલની આશંકાને લઈ નોટિસ આપવામાં આવી

Published

on

A notice has been issued against the Talati of Champaner Gram Panchayat for alleged irregularities in accounts.

હાલોલ તાલુકાની ચાંપાનેર(પાવાગઢ) ગ્રામપંચાયતમાં તલાટીની ફરજ પ્રત્યે બેદરકારી અને લેટલતીફી જણાઈ આવતા અને ગ્રામપંચાયતમાં નિભાવવાના થતા રેકર્ડમાં અસંખ્ય ભુલો જણાઈ આવતા. 15માં નાણાપંચની ગ્રાન્ટ વપરાશના હિસાબો વાઉચર્સ, રજીસ્ટર્ડ વયવસ્થિત નહીં મળતા સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી હોવાની આશંકા જાગી હતી. જે આધારે જિલ્લા પંચાયત ના શિસ્તપાલન અધિકારી દ્વારા તલાટી પ્રકાશ ચૌધરીને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે અને હિસાબી રેકર્ડ રજૂ કરવા જણાવવામાં આવતા પંચમહાલ જિલ્લાની ગ્રામપંચાયતોના અન્ય તલાટીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પંચમહાલ જિલ્લા પંચાયતના શિસ્ત અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમની ગત 3જી ફેબ્રુઆરીના સાંજે ચાંપાનેર ગ્રામપંચાયતની સરપ્રાઈઝ વિઝીટ દરમ્યાન ગ્રામ પંચાયત ઉપર ખંભાતી તાળા જોવા મળ્યા હતા. જેથી તલાટી પ્રકાશ ચૌધરીને ટેલિફોન કરી ગ્રામ પંચાયત કચેરીએ આવવા જાણ કરવામાં આવી ત્યારે સામે થી જવાબ મળ્યો હતો કે કલેક્ટર ઓફિસે સરકારી કામે આવ્યો છુ તેમ કહી અધિકારીઓને અવળા માર્ગે દોરવાનો પ્રયાસ કરતાં કલેક્ટર ઓફિસે આ વાત ચોકસાઇ કરતાં કલેક્ટર ઓફિસ માથી અહી કોઈ આવ્યું નથી તેવો જવાબ મળતા બે કલાક સુધીઅધિકારીઓ રાહ જોઈને બેસી રહ્યા હતા . અધિકારી દ્વારા વારંવાર ફોન કરતા તલાટીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો ત્યારબાદ તાલુકા પંચાયત ના અધિકારીઓ તથા પંચોને સાથે રાખી ગ્રામપંચાયત નું તાળુ તોડી ગ્રામ પંચાયતના દસ્તાવેજો ચકાસણી માટે કબજે કર્યા હતા.

Advertisement

A notice has been issued against the Talati of Champaner Gram Panchayat for alleged irregularities in accounts.

આ રેકર્ડની ચકાસણી કરતાં અનેક ભૂલો નીતિનિયમ મુજબ નિભાવવાના થતા રેકર્ડમાં જણાઈ આવી હતી. સરકારી ફરજમાં બેદરકારી અને અનિયમિતતા તથા 15માં નાણાપંચની ગ્રાન્ટના ખર્ચની ચુકવણીના વાઉચર અને હિસાબો રજીસ્ટરે નિભાવેલા ન હતા તથા ગ્રાન્ટની ઉચાપત જણાઈ આવી હતી. જેથી શિસ્ત અધિકારીએ સરકારી દફ્તર પોતાની પાસે રાખતા શિક્ષાત્મક પગલાં ભરવા અંગે કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી . આજે સોમવારે બપોર સુધીમાં તમામ રેકર્ડ ગોધરા કચેરીએ રજૂ કરવા જણાવવામાં આવ્યુ છે તલાટીએ ગ્રામસભાની હાજરી પત્રક યોગ્ય રીતે નિભાવેલાનથી, ગ્રામસભા એજન્ડા બુકમાં ઓક્ટોબર 2019 પછી કોઈ ગ્રામસભા બોલાવાઈ નથી અને તેની એજન્ડા નોંધ કરાઈ નથી તેવુ જોવા મળ્યું હતુ. આવકના દાખલા, નિયત નમૂનાનું રજીસ્ટર્ડ, જન્મ-મરણ ના દાખલા વગેરે નું રજીસ્ટર્ડ નિભાવ્યું નથી. આ ઉપરાંત સરકારી ખાતા માં નીતિ નિયમો મુજબ જે કામગીરી થવી જોઇયે તે એકપણ વિભાગ માં જણાઈ આવી નથી . પરિણામે અન્ય તલાટીઓને શીખ મળે તે માટે પ્રકાસ ચૌધરી સામે શિક્ષાત્મક પગલાં ભરવા ની નોટિસ પાઠવવામા આવી છે

  • પ્રકાશ ચૌધરીની માજી મંત્રી જીતુ વાઘાણી સાથે ની તસ્વીર ઘણું બધુ કહી જાય છે
error: Content is protected !!