Connect with us

Chhota Udepur

છોટાઉદેપુરના દરબાર હોલમાં આયુષ મેળો-૨૦૨૩ યોજાયો.

Published

on

AYUSH Mela-2023 was held in the Durbar Hall of Chotaudepur.

આયુર્વેદને પાંચમો વેદ માનવામાં આવે છે.

એક કદમ આરોગ્યપ્રદ જીવન તરફ, એક કદમ આયુર્વેદ તરફ, હર દિન હર કિસીકે લિયે આયુર્વેદ.

Advertisement

૧૦ નવેમ્બરને ૨૦૧૫થી રાષ્ટ્રીય આયુર્વેદ દિન તરીકે ઉજવવામાં આવે છે.
છોટાઉદેપુર, તા.૦૬

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગરના નેતૃત્વ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી-છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય આયુર્વેદ દિન નિમિતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં આયુર્વેદ આધારિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકાના તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જીલ્લા કારોબારી સમિતીના અધ્યક્ષ શર્મીલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન અને માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા તેમજ આરોગ્ય અધિકારી અને આઈસીડીએસ પ્રો.ઓફિસર પારૂલબેન વસાવા તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

Advertisement

AYUSH Mela-2023 was held in the Durbar Hall of Chotaudepur.

આ આયુષ મેળા અન્વયે તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓના વિવિધ પોસ્ટર તથા બનાવેલી વાનગીઓનું પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા-વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન, હરસ-મસા-ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણું હર્બલ ડ્રિંકનું વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

મલકાબેન પટેલ તેમજ ગુમાનભાઈ રાઠવાએ તેમજ મંચસ્ત મહાનુભાવોએ નાના ભૂલકાઓને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવીને હાજર રહેલી માતાઓને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે મલકાબેન પટેલે જણાવ્યું હતું કે આપણા વડીલો ૧૦૦ વર્ષ જીવતા હતા અને આપણા બાળકોને હજુ આપણા જુના અને વિસરાય ગયેલા ખોરાક ખાવા મળે છે, જેને જીવંત રાખવું આપણી ફરજ છે. આયુર્વેદને આપણે મહત્વ આપી આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ. આ ઉપરાંત શંકરભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આયુર્વેદ તે આપણો પાંચમો વેદ છે. આપણા રસોડામાં આપણું દવાખાનું છે અને આપણે એલોપેથી દવા લઈને આપણે આપણું શરીર પ્રદુષિત કર્યું છે. આજના લોકોને પાણીપુરી બર્ગરનો ચટકો જોઈએ, આપણા જુના અને જાડા ધન્ય નાગલી, બાજરી, મકાઈ, કોદરૂ જેવા ધન્યમાં તમામ પોષક તત્વો પ્રાપ્ય છે. પણ આપણને બહારથી અશુદ્ધ મેંદાયુક્ત ખોરાક ખાવાની ફેશન લાગેલી છે. એકંદરે આયુષ મેળામાં સમગ્ર દિવસ દરમિયાન ૧૫૦૦ જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો અને આ તમામ લોકોને મફતમાં ઓપીડી પણ કરવામાં આવી હતી તેમજ જરૂરી દવા આપવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!