Gujarat
હાલોલમાં યોજાઇ શ્રી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
હાલોલ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા સાધુ સંતોએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નુ પ્રસ્થાન કરાવ્યુ
હાલોલ ખાતે જગન્નાથ મહારાજની ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિર ના પટાંગણ માંથી ૩8 મી આષાઢી બીજ ની રથયાત્રા હાલોલ ધારાસભ્ય તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજાવિધિ તથા મહાઆરતી કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રા હાલોલના મંદિર ફળિયાથી નીકળી સમગ્ર હાલોલ નગરમાં ફરી હતી જય રણછોડ માખણચોરના નારા સાથે સમગ્ર નગર ભક્તિમય બન્યું હતું ઉજ્જૈન થી ભસ્મ આરતીની ડમરુ ટીમે ઢોલ સાથે ધૂમ મચાવી હતી. ભક્તોને મગ જાંબુ અને કેરીનો પ્રસાદ આપવામાં આવ્યો. હાલોલના મુસ્લિમ સમાજે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી એકતા અને ભાઇચારાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું
રથયાત્રા માં કોઈ અનીછનીય બનાવ ના બને તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હર્ષોઉલ્લાશ સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,મયૂરધ્વજસિંહ સહિત અનેક રાજકીય અગ્રણીઓ, સાધુસંતો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા રથયાત્રા માં હનુમાનજી,રાધાકૃષ્ણ તથા બાળકોની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા યુવા નેતા મયૂરધ્વજસિંહ પરમાર પ્રસ્થાન થી લઈ પૂર્ણાહુતિ સુધી પગપાળા ચાલી આસ્થા સાથે નગરમાં ફર્યા હતા
* કોટે મોર કણક્યા, વાદળ ચમકી વીજ મારા રૂદા ને રાણો સાંભળે, આવિ અષાઢી બીજ