Chhota Udepur
ટીબી રોગના દર્દીઓ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે કીટ વિતરણ કરવામાં આવી.

ટીબી ની સારવાર સરકાર તરફથી વિનામૂલ્યે મળે છે પરંતુ દવાઓ ઉપરાંત સારો પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય હોય અને તે માટે સરકાર દ્વારા નિક્ષય મિત્ર નામની સ્કીમ અંતર્ગત ટીબી રોગના દર્દીઓ ને છ મહિના સુધી દત્તક લઇ જરુરી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને આપવા અને દર્દી ને ઝડપથી રોગમુક્ત થવા માં મદદરૂપ થાય તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે જીલ્લા ક્ષય છોટાઉદેપુર નાં સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય નાં પ્રયાસો થી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વડોદરા નાં દાતાઓના સહયોગથી આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબી રોગના દર્દીઓ ને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.
પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં પૌષ્ટિક આહાર કીટ આપવામાં સહયોગ કરનાર વડોદરા નાં રમેશ ચોકસી, સુધીર જાની, નિલકંઠ વ્યાસ, જિલ્લા તાલીમ કેન્દ્ર નાં સિનિયર મેડિકલ ઓફિસર ડો.આશિષ બારીયા સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા સહિત લાભાર્થી ટીબી નાં દર્દીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)