Mahisagar
મહીસાગરમાં બાલાસિનોર અમદાવાદ હાઇવે પર ઠગ ટોળકી સક્રિય બની! અસલી પોલીસની હદમાં નકલી પોલીસ તોડ કરી ગઈ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર અમદાવાદ હાઇવે પર ઠગ ટોળકી સક્રિય બની છે. અને મહીસાગર પોલિસની ઓળખ આપી ઠગાઈ કરી રહી છે. અને ઠગાઈનો કિસ્સો પણ સામે આવ્યો છે. બાલાસિનોર પોલીસ સ્ટેશન હદ માં માધવ હોટલ થી ગ્રીનવલડઁ હોટલ તરફ આવવાના રસ્તે પર આવેલ ગરનાળા પાસે મુળ ઝાલોદ ના રહીશ અને હાલ સાણંદ રહેતાં સુનીલ મગન મકવાણા ને સુરેશભાઈ તેમની મોટરસાઈકલ નં.જીજે.27.d.d.4838 પર જઈ રહેલ ત્યારે એક સ્પોર્ટ કાર નં.જીજે07.db.9466ની બાઈકપાસે આવીને બાઈક ઊભી રખાવી અને ગાડી માં બેઠેલ ઈસમો એ પોતાની પોલીસ તરીકે ની ઓળખ આપીને બાઈકચાલક પાસે ગાડી ના કાગળ ને લાયસન્સ માંગેલ ને બાઈકચાલક સુનીલ પાસે લાયસનસ ના હોઈ ધાકધમકીથી આ નકલી પોલીસે સુનીલને સુરેશભાઈ ની અંગજડતી લઈને તેમનાં ખિસ્સા માંથી કુલ્લે અગીયારહજાર રુપિયા બળજબરીપૂર્વક કાઢી લઈને પૈસા જોઈએ તો પોલીસમથકે આવી જવા નું કહી ને આ નકલી પોલીસ તેમની ગાડી લઈને ફરાર થઇ ગયેલ.
આમ આ ઘટના ઘટતા મહિસાગર જિલ્લાની હદમાં બાઇક પર સવાર લોકોને રોકી પોલીસની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાઇક પર જતાં 2 ઈસમો ને રોકી પૈસા પડાવી ટોળકી ફરાર થઈ જતા બાલાસિનોર પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ફાગવેલ થી બાલાસિનોર વચ્ચે હાઇવે ઉપર પોલીસની ખોટી ઓળખ આપી લૂંટનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
કાર ચાલકે ઓવરટેક બાઇક ચાલક સુનિલભાઈ મકવાણા તેમજ તેમની સાથે રહેલા અન્ય એક ઇસમને પોલીસ સ્ટેશને આવવાનું કહી રૂપિયા લઈ નાસી જનાર વ્યક્તિ મામલે બંને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સમગ્ર વિગત બહાર.આવીહતી. ને સુનિલભાઈ મકવાણાએ તેમના મોબાઈલમાં પાડેલ કારનો ફોટો પોલીસ સ્ટેશનમાં બતાવતા આવો કોઈ જ ઈસમ પોલીસ સ્ટેશનમાં ન હોવાની વિગત બહાર આવી હતી
બાલાસિનોર પોલીસે બાઈક ચાલકની ફયાઁદથી નકલી પોલીસનો સ્વાંગ રચનાર ઈસમો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરેલ છે. મહીસાગર જિલ્લામાં બે ઇસમ ઠગાઈનો ભોગ બન્યા છે ત્યારે બાલાસિનોર પોલિસે એફઆઈઆર નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. ભોગ બનનનાર વ્યક્તિએ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે તે જોવું રહ્યું કે આ અગાઉ પણ કેટલા વાહનચાલકોને આ ઠગ ટોળકીએ પોલીસનું નામ લઈને અન્ય કેટલા વાહનચાલકોને લૂંટયા હશે. તે તો જ્યારે આઠગો પકડાશે ત્યારે પોલીસ તપાસમાં બહાર આવશે.!!!!
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)