Gujarat
કાવી ગામની વિદ્યાર્થીનીએ એમ.એડમાં ૮૬ ટકા ગુણ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામની વતની અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ના અનુસ્નાતક વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સીમાબાનું સઈદ ધેનધેને એપ્રિલ ૨૦૨૩માં લેવાયેલી એમ .એડ ની પરીક્ષામાં ૮૬ ટકા ગુણ પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભરૂચ જિલ્લાના સૌથી મોટા ગામ એવા કાવીમાં એમ.એડ ની પદવી મેળવનાર આ પ્રથમ મહિલા છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ તેમણે એમ.એમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તેમની શૈક્ષણિક પ્રગતિ સમાજ માટે પ્રેરણાદાયક રહી છે. એમ.એડમાં લઘુ શોધ નિબંધ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના એચ ઓ ડી.ડૉ. રાજેન્દ્ર બી પટેલ અને ડૉ. પ્રીતિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ લધુ શોધ નિબંધ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમણે કાવી ગામ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના અનુસનાતક વિભાગનું ગૌરવ વધાર્યું છે.