Chhota Udepur
હોમગાર્ડની ફાયરીંગ તાલીમ માટે ફાયરીંગ બટ વિસ્તારમાં નાગરિકોએ ન જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
હોમગાર્ડના કર્મચારીઓનો રાજ્યકક્ષાનો લીડરશીપ તાલીમ કેમ્પ સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ, હોમગાર્ડસ, જરોદ, તા. વાઘોડિયા, જિ.વડોદરા ખાતે રાખવામાં આવેલ છે. આ તાલીમાર્થીઓની ૨૯ અને ૩૦ જાન્યુઆરી. દિન-૦૨ સિધી ૩૦૩ રાઈફલની ફાયરીંગ પ્રેક્ટીસ છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુરા ગામની સીમમાં સર્વે નં.૮૨૩(બ) પર રહેલા ફાયરીંગબટ ખાતે યોજાવાની છે આ ફાયરીંગ બટ જીલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ છોટાઉદેપુર હસ્તક છે. આ સમયગાળા દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ કરવાની હોવાથી કોઈપણ જાતની જાનહાની કે અનિચ્છનીય બનાવ ન બને તેની સાવચેતીના પગલા રૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.
જેના આધારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી શૈલેશ ગોકલાણી, જી એ એસ ને મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે ઉપરોક્ત જણાવેલા સ્થળ પર પોલીસ ખાતાના અધિકારીઓ/કર્મચારીઓ/ તાલીમાર્થીઓ તથા ખાસ ફરજ સોપાયેલ હોય તેવા વ્યક્તિઓ સિવાય કોઈએ અવર જવર કરવી નહિ કે નદીમાં હોડી હંકારવી નહિ.આ જાહેરનામું તા.૨૯ અને ૩૦ જાન્યુઆરીના રોજ અમલ માં રહેશે. આ હુકમનો ભંગ કરનાર પોલીસ અધીનુયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ તથા ઈ.પી.કો-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.