Chhota Udepur
કવાંટ તાલુકાના કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય માન ભવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડીપાણી ખાતે ૧૭ સપ્ટેમ્બર દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ થી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે બીજી ઓક્ટોબર સુધી પખવાડીક કાર્યક્રમ અંતર્ગત લોક કલ્યાણકારી આરોગ્ય લક્ષી સેવાઓ સુદ્રઢ રીતે લોકો સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી આજે પાવીજેતપુર નાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા નાં અધ્યક્ષ સ્થાને ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ તથા આયુષ્ય માન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩ માં જન્મદિવસ ની ઉજવણી નાં ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેમ્પસ માં ૭૩ વુક્ષો રોપવામાં આવ્યા હતા
જેમાં પાવીજેતપુર નાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તથા નવનિયુકત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ , જિલ્લા પંચાયતના સભ્ય સુરતનભાઈ રાઠવા,જિલ્લા પંચાયત દંડક સુરેશભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલન ભાઇ રાઠવા, પાવીજેતપુર પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા,નવનિયુકત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભારેશભાઇ રાઠવા, કડીપાણી ગ્રામ પંચાયત નાં યુવા સરપંચ રમેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા,હાફે શ્વર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રમણસિંહ રાઠવા, પૂર્વ તાલુકા સદસ્ય ગુલસિગ ભાઈ ભીલ, મોટી ચીખલી ગ્રામ પંચાયત નાં સરપંચ, રેણદી ગ્રામ પંચાયત નાં સરપંચ શૈલેષભાઈ રાઠવા, મોગરા ગ્રામ પંચાયત સરપંચ આપસિંગભાઇ રાઠવા, નાખલ ગ્રામ પંચાયત નાં છત્રસિંહ ભાઈ રાઠવા ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડીપાણીના મેડિકલ ઓફિસર ડો અર્જુન રાઠવા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી વાલસિંગભાઇ રાઠવા કવાંટ તાલુકાના ટીબી સુપરવાઈઝરો રફીકભાઇ સોની અને અરવિંદભાઈ રાઠવા તેમજ આરોગ્ય કર્મચારીઓ તથા લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.