Chhota Udepur
મૃતકના પરિજનોને ધારાસભ્ય ના હસ્તે સહાય

પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેપુર તાલુકાના નાના અમાદરા ગામે દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામેલા વૃદ્ધાના પરિવારને ૪ લાખની સહાય ચૂકવાઇ
પાવીજેપુર તાલુકાના નાના અમાદરા ગામે પુજારા ફળિયામાં મળસ્કે વરસાદની ધમાકેદાર પધરામણી થતા એક કાચા મકાનની દીવાલ અચાનક ધારાશાયી થતા દીવાલની બાજુમાં સૂતેલા બારીયા કાશીબેન ફતેસિંગભાઈ દિવાલ નીચે દબાઈ જતાં ૭૦ વર્ષની વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેના પરિવારને આજરોજ સરકારની સાહાય માંથી રૂ.૪ લાખનો ચેક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે મૃતકના પરિવારને આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે છોટાઉેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની, પુર્વ તા.પચાયત પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા,તાલુકા ભાજપા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા, તલાટી કમ મંત્રી મીનાબેન, કાર્યકર્તા અર્જુનસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.