Panchmahal
વિનામુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કિટ્સનો લાભ
પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને જણાવવાનું કે રાજ્ય સરકારની HRT-3 તથા HRT -4 યોજના અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે વર્ષ-૨૦૨૩-૨૪માં ૧૦ ગુંઠાની એક એવી મહત્તમ બે કીટ્સ વિનામુલ્યે આપવાની થાય છે. જેથી અનુસુચિત જાતિ તથા અનુ.જન જાતીના ખેડૂતો કે જેઓ હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટનો લાભ લેવા માગતા હોય તેમણે તાજેતરની ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડની નકલ, અનુ.જાતિ અંગેનો સક્ષમ અધિકારીના દાખલાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી,સેવાસદન- ૨,બીજો માળ,રૂમ -૧૨.ગોધરા,જિ-પંચમહાલનો તાત્કાલિક સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
વધુમાં જણાવવાનું કે લક્ષ્યાંકની મર્યાદામાં વિના મુલ્યે કીટ્સ આપવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અગાઉના વર્ષોમાં લાભ ન લીધેલ હોઈ તેવા ખેડુતોએ અરજી સહ સાધનીક કાગળો કચેરી સમય દરમ્યાન જાહેરરજાના દિવસો સિવાય રજુ કરવાની રહેશે.તેમ નાયબ બાગાયત નિયામક ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
*પંચમહાલ જિલ્લાના અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના ખેડૂતો સદર યોજનાનો લાભ મેળવી શકશે