Chhota Udepur
વિશ્વ ટીબી દિન નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.
પ્રતિનિધિ, કાજર બારીયા
આજે વિશ્વ ટીબી દિન ની ઉજવણી નાં ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એક કાર્યક્રમ યોજાયો, કાર્યક્રમ માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી ચૌબીસા દ્વારા ટીબી રોગ ને સમુદાય માં ફેલાતો અટકાવવા અને તે બાબતે ટીબી રોગ ના લક્ષણો તથા જરૂરી તપાસ અને સારવાર વિશે ની જાણકારી આપી હતી તેમજ ટીબી રોગ નાબૂદ કરવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવ્યા બાદ તેઓ નાં હસ્તે લીલી ઝંડી આપી રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું, રેલી માં નર્સિંગ કોલેજની વિધાર્થિની ઓ ઉપરાંત આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ જોડાયા હતા, રેલી છોટાઉદેપુર નગર નાં મુખ્ય માર્ગો પર ફરી હતી, રેલી માં ટીબી રોગ વિરોધી સૂત્રોચ્ચાર કરી, દેશના માનનીય વડાપ્રધાન દ્વારા ૨૦૨૫ સુધી માં દેશમાંથી ટીબી રોગ નાબૂદી માટે કરવામા આવેલ આહવાન નો સંદેશ સમુદાય માં પહોંચે તેવા પ્રયાસો કરવા આવ્યા હતા.
જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચ આઈ વી કો ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા સહિત આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે પરત ફરી હતી જ્યાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા વિશ્વ ટીબી દિન ની ઉજવણી અંતર્ગત જાણકારી અપાઈ હતી, તેમણે જણાવ્યું હતું કે ૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે રોબર્ટ કોક નામ નાં વૈજ્ઞાનિકે ટીબી રોગ ના સૂક્ષ્મ જીવાણુ ની શોધ કરી હતી ત્યારથી દર વર્ષે વિશ્વ ટીબી દિન ની ઉજવણી કરી સમુદાય માં ટીબી રોગ વિશે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને સમુદાય માં થી ટીબી રોગ ના દર્દીઓ વહેલી તકે શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગ માં કાર્યરત કર્મચારીઓ અધિકારીઓ ઉપરાંત ટીબી રોગ ના લક્ષણો,તપાસ અને સારવાર વિશે ની જાણકારી સમુદાય નાં દરેક વર્ગના લોકો ને હોવી જોઈએ અને ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાન માં ભાગીદારી જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત છોટાઉદેપુર વિધાનસભા નાં ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા દ્વારા આયોજિત પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય તરીકે નું બિરુદ મેળવનારા માજી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ની ઉપસ્થિતિ માં પાવીજેતપુર તાલુકાના આદિવાસી આશ્રમ શાળા બાર ખાતે બાર, મુવાડા, કદવાલ,ખટાસ સહિત નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં ૫૦ થી વધુ ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી
તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં ટીબી નાં શંકાસ્પદ દર્દીઓ માટે મફત એક્સ રે દ્વારા નિદાન કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ નાં ઈનચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.નંદલાલ રજક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.