Connect with us

Panchmahal

ગોદલીના કુખ્યાત બુટલેગર ભોદુએ સગીર પુત્રને દારૂની હેરાફેરી માં ધકેલી ગુનેગાર બનાવ્યો

Published

on

Godli's notorious bootlegger Bhodu made minor son a criminal by pushing him into liquor racket.

ખરોડ ગામેથી LCBએ વિદેશી દારૂનો જથ્થો પકડી બે ઇસમો સામે ગુનો નોંધ્યો જેમાં ગોદલી નો કુખ્યાત અને મોટી મોટી ગાડીઓનું કટીંગ કરતો ભોદુ રાઠવાના પુત્ર નું નામ બહાર આવ્યું છે ત્યારે ભણવાની ઉમરે ભોદુએ સગીર પુત્ર પાસે દારૂની હેરફેર કરાવી તેને પણ ગુનેગારોની દુનિયામાં ધકેલ્યો હતો જે ખરોડ ગામે થી દારૂ લઈને પસાર થતાં ઇસમો સાથે તે પણ સામેલ હોવાનું FIR માં ખુલ્યુ

Godli's notorious bootlegger Bhodu made minor son a criminal by pushing him into liquor racket.

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમ ઘોઘંબા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન જિલ્લા એલસીબી ગોધરા શાખાના પીઆઈ ને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામનો સુનિલભાઈ ભોદૂભાઈ રાઠવા તથા તેની સાથે એક અન્ય ઇસમ સાથે મળી એક મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો લઇ ઘોઘંબાના ખરોડ ગામેથી નીકળવાના છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે ખરોડ ગામે વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી વાળી મોટર સાયકલ આવતા મોટર સાયકલ પર સવાર બંને ઇસમો એ દૂરથી પોલીસને જોઈ જતા બાઈક રોડ પર મૂકી ઝાડી ઝાંખરા નો લાભ લઇ ભાગી છુટયા હતા જ્યારે પોલીસે મોટર સાયકલ પર તપાસ કરતા મોટર સાયકલ પર થી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં બીયરના ટીન તથા પ્લાસ્ટિક નાં ક્વોટરીયા કુલ 197 નંગ જેની કિંમત 34460 રૂ.તેમજ પ્લસર મોટર સાયકલ જેની અંદાજે કિંમત 55000 મળી કુલ 89,460 રૂ.નો મુદ્દામાલ ઝડપી સુનિલભાઈ ભોદૂભાઈ રાઠવા તથા તેની સાથે એક અન્ય ઇસમ સામે જિલ્લા એલસીબી પોલીસે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબીશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
error: Content is protected !!