Chhota Udepur

ગોઝારીયા ની મોડેલ સ્કૂલ કે કાળા પાણી ની સજા પામેલા ની જેલ

Published

on

  • કવાંટ તાલુકાની ગોજારીયા મોડેલ સ્કૂલમાં અધિકારીઓની મિલીભગતને કારણે ખોરવાતી વ્યવસ્થાઓ ક્યારે રેગ્યુલર થશે? શિક્ષણધામમાં આવતી કરોડો ₹
  • ની ગ્રાંટમાંથી કટકી અને મલાઇ ઝાપટવામાં મસ્ત પ્રાયોજના તંત્ર ભાન ભૂલી મીડિયા પર પ્રવેશબંધી ફરમાવતા આદિવાસી સમુદાય લાલઘૂમ!
  • ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવાની મુલાકાત પછી ઉંઘતા તંત્રને હોશમાં તો લવાયું પણ મીડિયા પ્રવેશબંધી કરી ભાન ભૂલ્યું!

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી આદિવાસી છાત્રો માટેની મોડેલ સ્કૂલોમાં બિન અધિકૃત વ્યક્તિઓના નામે પત્રકારો માટે પર્વેશબંધીને પગલે આદિવાસી સમાજમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.કવાંટ તાલુકાની ગોજારીયા મોડેલ સ્કૂલમાં જેતપુરપાવી ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવાએ સ્કૂલમાં બાળકોને વેઠવી પડતી તકલીફોને લઇ હોબાળો મચાવી ધરણા યોજ્યા હતા.તે વખતે તમામ વિડીયો આઉટ થયા હતા.બીજે જ દિવસે સવારે આ સંકુલ બહાર વિશાળ બોર્ડ ટીંગાડી ચોકીદાર અને ગેટકીપરોને મીડિયાના કોઈ પણ વ્યક્તિને પ્રવેશવા નહિ દેવો તેવી કડક સૂચનાઓ આપવામાં આવી હતી.જેને પગલે કવાંટ તાલુકા સહિત તમામ આદિવાસી સમુદાયમાં ખળભળાટ મચી ગયો હતો.કવાંટ તાલુકાના ભાજપ આગેવાનોએ આ અંગે લોકશાહી તંત્રમાં સંસદ,વિધાનસભામાં જો જઇ શકાતું હોય તો આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલી ગોજારીયા સ્કૂલમાં પત્રકારો પર પ્રતિબંધ એ અધિકારી રાજ સૂચવે છે તેમ કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવાએ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું.

પીન્ટુભાઇ રાઠવાએ તો ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા અને ગોજારીયા સ્કૂલ ઑફિશિયલ્સને રજૂઆત કરી આવા નિર્ણયની આકરી નિંદા કરી હતી.તેમણેવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુડ ગવર્નન્સના સૂત્રને યાદ દેવડાવી અધિકારીઓએ લોકશાહી રાજને જીવંત કરવા પ્રયાસો કરવા જોઈએ તેમ ઉમેર્યું હતું. ગોજારીયા સંકુલ પાસે તઘલખી બોર્ડ મારનાર અધિકારીઓ સામે આક્રોષ વ્યક્ત કરતા જે વિદ્યાર્થીઓ સંકુલમાં ભણી રહ્યા છે તેમના આદિવાસી સમાજના વાલીઓ પણ પ્રાયોજના વહીવટદારના આવા ફતવા સામે ગુસ્સે ભરાયા છે.વાલીઓએ આવા ફતવા લાગુ કરનાર અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહીની માંગ કરી છે.

સરકાર કરોડો ₹ ની ગ્રાન્ટ ફાળવે છે,જે અધિકારીઓ બાળકો પર ખર્ચ ન કરવી હોય તો અમારા બાળકોને અમારા ઘરે પાછા મોકલી આપો
– અસલાભાઈ ચુનીયાભાઇ રાઠવા, સરપંચ- સિંગલદા પંચાયત

Advertisement

જો અમે પ્રજાના મતે ચૂંટાયા છીએ અને પ્રજાનું દુઃખ દૂર નથી કરી શકતા તો અમારે હોદ્દા પર રહેવાનો અધિકાર રહેતો નથી.ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા અહીં મુલાકાત લઇ ગયા તેમણે ધરણા પર બેસવું પડ્યું બહુ જ દુઃખદાયક કહેવાય! અધિકારીઓ સાંસદ,ધારાસભ્યની રજુઆત સાંભળી બાળકોને સુવિધાઓ આપે નહિતર બાળકોને અહીંથી ઘરે લઇ જવા પડશે.અત્યાર સુધી મીડિયા પર પ્રતિબંધ ન લગાવ્યો પણ જ્યારે તેમની સામે સવાલો ઉઠ્યા ત્યારે જ કેમ પ્રતિબંધ લગાવ્યો? બે દિવસમાં જો તંત્ર બાળકો માટે જરૂરી સુવિધાઓ નહિ આપે તો અમે અમારા બાળકોને અહીંથી ઘરે લઈ જઈશું.

સરકાર કરોડો ₹ ની ગ્રાન્ટ ફાળવે છે પણ અધિકારીઓની મિલીભગતને કારણે અસુવિધાઓ સર્જાય છે!
-વિનાયક રાઠવા, સદસ્ય- કવાંટ તાલુકા પંચાયત

Advertisement

હું પણ ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા સાથે ગોજારીયા મોડેલ સ્કૂલ સંકુલમાં તપાસમાં આવ્યો હતો.મેં પણ અહીં ગંદકી જોઇ છે. સરકાર તો ગ્રાન્ટ ફાળવે જ છે પણ અધિકારીઓ તેમની મિલીભગતમાંથી ઉંચા આવતા નથી.આયોજન વ્યવસ્થિત કરી લોકાભિમુખ વહીવટ પૂરો પાડવા મીડિયા પ્રતિબંધો લગાવવાને બદલે તંત્રે આત્મખોજ કરવી જોઈએ તેજ સમયની માંગ છે.

Advertisement

Trending

Exit mobile version