Connect with us

Crime

ડેસરમાં હત્યારાએ બેરહેમીથી આધેડ પુરુષની હત્યા કરી, શરીરના બે ટુકડા કર્યા એક કેનાલ ના ઢાળીયામાં તો બીજો ખેતર માં નાખી દીધો

Published

on

(ડેસર)

ડેસર ભાટપુરા રોડ ઉપર આવેલી ‌હિરૂ તલાવડી નજીક ‌ખેતર એક આધેડ પુરુષ ના બે કટકા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી હત્યારાએ એટલી નિર્દયતાથી હત્યા કરીકે લોકો આરોપી પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરી રહ્યા છે શેતાનને પણ શરમાવે તેવી રીતે  હત્યા કરવામાં આવી હતી. હત્યારાએ હત્યા કર્યા બાદ લાશના બે ટુકડા કરી બે કોથળામાં પેક કરી એક કોથળો કેનાલના ઢાળિયામાં તો બીજો કોથળો નજીકમાં આવેલા ખેતર માં નાખી દીધો હતો આ હત્યા પાછળ નું કારણ અને હત્યારા ને સોધવા માટે ડેસર તેમજ વડોદરા જિલ્લાની વિવિધ ટીમો તપાસ ચલાવી રહીછે

Advertisement

ડેસર ના માયા ટેકરા ખાતે રહેતા  ભીખાભાઈ કાળુભાઈ પરમાર પોતાના પરિવાર  સાથે રહી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા  જ્યારે મોટો દિકરો કંપની માં  નોકરી કરે છે નાનો પિતા સાથે રહી મજૂરી કરે  છે

ભીખાભાઈ પરમાર છેલ્લા ત્રણ  દિવસથી ઘરે નહીં આવતા ઘરના  લોકો એ શોધખોળ આરંભી હતી અગાઉ પણ નવા કેશરા ના મુવાડા ના ભરતભાઈ પરમાર ના ખેતરમાં ડાંગર કાપવા માટે ગયા હતા ત્યારે ત્રણ દિવસે ઘરે આવ્યા હતા તા ૧૦ મી નવેમ્બરે રાત્રે ‌ ભીખાભાઇ પરમાર ડેસર ના માયા ટેકરા ખાતેના ઘરે આવ્યા હતા ‌ ત્યારબાદ તા ૧૧ મી નવેમ્બરે. સવારે આઠ વાગે મજૂરીએ જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા બીજા દિવસ  સુધી ઘરે  નહીં આવતા પરિવારજનો  આસપાસ માં શોધવા નીકળ્યા હતા પરંતુ ક્યાંય મળી આવ્યા નહોતા.

Advertisement

તા ૧૪ નવેમ્બરે ગામની સીમમાં ‌ અવાવરૂ જગ્યાએ બપોરે ના  અરસામાં  ‌હિરૂ તલાવડી નજીક ‌ખેતર ના શેડા ઉપરથી પસાર થતી કેનાલના ઢાળીયા માંથી કોથળામાં પેક કરેલી ભીખા પરમારની અડધી લાશ મળી આવી હતી પરિવારે તાત્કાલિક ૧૦૦  નંબર ઉપર બનાવની જાણ કરાતા ‌ ડેસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે જીણવટ ભરી શોધખોળ કરતા નજીકમાં આવેલા કપાસના વાવેતર વાળા ખેતરમાંથી સફેદ રંગના કોથળામાંથી કમરથી ઉપરનો ભાગ ‌મળી આવ્યો હતો ડેસર પોલીસે ભીખા પરમાર ના મૃતદ્દેહ ના બંને ટુકડા ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપી હત્યારાની ‌શોધખોળ આરંભી હતી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તાત્કાલિક ધોરણે ડોગ્ સ્ક્વોડની મદદ લીધી હતી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યારાની શોધમાં લાગી છે

 

Advertisement

 

Advertisement
Up Next

ઘોઘંબામાં જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી (ઘોઘંબા) પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ખાતે જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઘોઘંબામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી જાહેરસભા તથા નવા માર્કેટિંગયાર્ડ થી બિરસામુંડા સર્કલ સુધી સોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ ભારત દેશ એટલે મહાપુરૂષોની પુણ્યભૂમિ અને આ જ પુણ્યભૂમિમાં અવતરેલા યુગ પુરૂષ એટલે આપણા ભગવાન બિરસા મુંડા. જેમણે હિન્દુ સંસ્કૃતિ, જળ, જમીન, જાનવર, જંગલ સહિત રાષ્ટ્રની રક્ષા અને સંવર્ધન કાજે માત્ર ૨૫ વર્ષની ઉંમરે જ બલિદાન આપી જનજાતિ સમાજની ત્યાગ-બલિદાન અને સમર્પણની ભાવનાને ઉજાગર કરી સમાજ સહિત સમગ્ર દેશને ગૌરવ બક્ષ્યું. આ યુગપુરૂષ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી આપણા ઘોઘંબાની પાવન ધરામાં હોઇ આપણે સૌ “તૂ – મૈ એક રક્ત” ને ચરિતાર્થ કરવા સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની અવિસ્મરણીય લડાઈમાં માત્ર ૨૫ વર્ષની અલ્પાયુમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહાદત વ્હોરી લેનાર જન નાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ભરૂચીનાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જાહેર સભાના જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના બળવંતસિંહ રાવત તેમજ પંચમહાલ જિલ્લાના જયદેવ રાઠવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા એ.પી.એમ.સી માર્કેટ થી બિરસા મુંડા સર્કલ સુધી યોજાય હતી જેમાં આદિવાસી સમાજના આગેવાનો સહિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટી સહિતની વિવિધ રાષ્ટ્રીય પક્ષના આગેવાનો જોડાયા હતા. આ તરફ આદિવાસી સમાજના જન નાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે જનજાતિ કલ્યાણ આશ્રમ ના ઉપક્રમે ઘોઘંબામાં આદિવાસી જન જાગૃતિ સમિતિ દ્વારા એ.પી.એમ.સી માર્કેટ રાજગઢ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી અને મામલતદાર કચેરી ફાટક પાસે બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Don't Miss

સમલાયા માં જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા યુવાનો અને ખેડૂતોને ફર્સ્ટ એઈડ અને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાઈ

Continue Reading
Advertisement
error: Content is protected !!