Connect with us

Panchmahal

હાલોલ પાલિકાના સત્તાધીશોની બેદરકારી અગિયાર વિસ્તારોમાં અંધારપટ

Published

on

Indifference of the authorities of Halol Municipality

(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ પાલિકાના અનગઢ વહીવટ ને કારણે પાલિકા ના 11 વિસ્તારોમાં અંધારપટ છવાયેલો છે આજે તારીખ 22 માર્ચથી હિન્દુઓના ત્રણ તહેવારોનું શુભ મિલન થાય છે જેમાં ચૈત્રી નવરાત્રી, મરાઠી માનુસનું નવું વર્ષ અને સિંધી સમાજનું ચેટીચંદનો પર્વ શરૂ થાય છે પરંતુ આ તમામ તહેવારો હાલોલ ના ભક્તજનો દ્વારા અંધારપટમાં ઉજવવા પડશે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં સળંગ નવ દિવસ સુધી નો મા શક્તિનો તહેવાર છે પરંતુ આ ત્રણેય તહેવારો અંધારપટમાં ઉજવાશે કારણ કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એમજીવીસીએલના સ્ટ્રીટ લાઈટ ના બિલ પેટે અંદાજે 72 લાખ રૂપિયા બાકી પડે છે

Indifference of the authorities of Halol Municipality

જે પાલિકાને નોટીસો આપવામાં આવ્યા છતાં પણ ભરી શક્યું નથી પરિણામે માર્ચ એન્ડિંગ હોવાથી એમજીવીસીએલ દ્વારા કડક હાથે કામ લઈ ઉપલા અધિકારીઓના આદેશ મુજબ સ્ટ્રીટ લાઈટ ના 11 વિસ્તારના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે પરિણામે આખી રાત અગિયારે અગિયાર વિસ્તારોમાં અંધારપટમાં વિતાવવો પડે છે હાલમાં કૂતરાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે રાત્રિના અંધકારમાં કુતરાઓ રાહદારીઓની પાછળ પડે છે તો ઘણી વખત અન્ય પશુઓ પણ રાહદારીઓને ત્રાસ આપે છે સત્તાધીશોની બેદરકારી ને લઈને નગરજનોને અંધારપટ ભોગવવાનો વારો આવે છે

Advertisement
error: Content is protected !!