Gujarat
જેતપુરપાવી તાલુકાના પાણીબાર ગામે રૂ.૪૦ લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધા મળશે
પ્રતિનિધિ, કાજર બારીયા
પાણીબાર ગામ ખાતે ભારત સરકારની વાસ્મો યોજના હેઠળ ગ્રામજનોના લાભાર્થે અંદાજીત રૂપિયા ૪૦ લાખના ખર્ચે નવીન પાણીની ટાંકીનું ખાત મુહૂર્ત જેતપુરપાવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઇ રાઠવાના હસ્તે ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. પાણીબાર ગામે નવીન પાણી યોજનાનું શુભારંભ કરવામાં આવ્યું હતું.
જેમાં અંદાજીત ૪૦ લાખના ખર્ચે નવીન પાણીની ટાંકી નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ગામના રહીશોને સરળતાથી પાણી મળી રહે તે માટે તાલુકા ઉપપ્રમુખ ભરતભાઇ રાઠવાએ ભારે મહેનત બાદ સરકાર તરફથી રૂપિયા ૪૦ લાખના ખર્ચે ગામ માટે નવીન પાણીની ઉંચી ટાંકી અને પાઇપ લાઇન મંજુર થઈ હોય જેનું ખાત મુહૂર્ત પટેલ ફળીયા પાણીબાર નાયકા વિસ્તારમાં મંગુભાઈ ના ઘર પાસે ટેકરા પર જેતપુરપાવી તાલુકા ઉપપ્રમુખ ભરતભાઇ રાઠવા ના હસ્તે રાખવામાં આવ્યું હતું.
પાણીબાર જુથ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ રાઠવા અને આગેવાનોએ રજુઆત કર્યા બાદ વર્ષો જૂનો પ્રશ્નો હલ થયો હતો જે અંતર્ગત ખાત મુહૂર્ત કરાયું હતું. ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ રાઠવા, તાલુકા પ્રમુખ ભરતભાઇ રાઠવા, ગામના અગ્રણી રમેશભાઈ રાઠવા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.