Surat
મણિપુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર મુદ્દે સુરત મહિલા વકીલો મેદાને
(સુનિલ ગાંજાવાલા સુરત)
મણિપુરમાં મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ફાંસીની સજા આપવા સુરત મહિલા વકીલોએ માંગ કરી છે. જે અંગે સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ એક્ટિવ કમિટીના કન્વીનર એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીની આગેવાનીમાં કમિટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
મણિપુરમાં મહિલાઓ ઉપર થયેલા અત્યાચાર ના પડઘા દેશ અને દુનિયામાં પડ્યા છે જેનાથી દેશ ની છબી ખરડાઇ છે મહિલા ઉપર અત્યાચાર નો વિડિઓ જોઈ લોકો માં રોષ ફેલાયો હતો ત્યારે મહિલા ઉપર અત્યાચાર થી વ્યથિત થયેલી સુરત મહિલા વકીલોએ અત્યાચાર કરનારાઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.