Connect with us

Gujarat

સ્વચ્છ ભારત મિશન સર્વેક્ષણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Published

on

Swachh Bharat Mission Survey Municipality organized a drawing competition under cleanliness

સંતરામપુર નગરપાલિકા દ્વારા કન્યાશાળા સંતરામપુર ખાતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવામાં જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા ને માર્ગદર્શન આપેલ હતું. તથા તેઓને ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાથીઓને સ્વચ્છતા સ્પર્ધામાં ભાગ લેવા જણાવેલ જેમાંથી 69 બાળકો એ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્વચ્છતા ને લગતા ચિત્રો સુંદર બનાવેલ સદર કાર્યક્ર્મ બપોરના 3 થી 4 ના સમયગાળામાં યોજવામાં આવેલ હતો.

Swachh Bharat Mission Survey Municipality organized a drawing competition under cleanliness
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કન્યાશાળા આચાર્ય અર્ચનાબેન પટેલ, આસિસ્ટન્ટ શિક્ષક મહેશભાઈ તથા અન્ય સ્ટાફ દ્વારા જરૂરી સહયોગ આપેલ હતો. આ કાર્યક્રમ પ્રવિણસિંહ સોલંકી (હેડ કલાર્ક) , નિલેશભાઇ સોલંકી, (એસ.આઈ બંટી ભોઈ ( એમ.આઇ. એસ.), ઘનશ્યામભાઈ ડામોર (એપ. એસ.આઇ) , પ્રવીણ તાવિયાડ , (એપ. એસ.આઇ.) દ્વારા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા ના માર્ગદર્શન થી યોજવામાં આવ્યો હતો.

અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

Advertisement
error: Content is protected !!