Panchmahal
ગુજરાત માં સૌથી ઊંચા સ્થળ પાવાગઢ મંદિર પરિસરમાં તીરંગો લહેરાયો

(સુરેન્દ્રશાહ દ્વારા “મનોમંથન”)
યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન માં કાળીના ધામ ખાતે સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મંદિરના મેનેજર વિક્રમભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતાજીના દર્શન માટે આવેલા માઇ ભક્તો અને મંદિર પરિસર ના કર્મચારીઓ દ્વારા ધ્વજવંદના કાર્યક્રમમાં ભાગ લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આઝાદી બાદ સૌપ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ બાદ 74 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રથમ વખત ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને લઈને માઇ ભક્તો અને પાવાગઢ વાસીઓમા આનંદ અને ઉત્સાહ દેખાતો હતો જય માતાજીના જયઘોષ સાથે વંદે માતરમ નો જયઘોષ કરી વાતાવરણને ભક્તિ અને દેશભક્તિ સભર બનાવી દીધુ હતુ સમગ્ર તાલુકામાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ સૌથી ઊંચા સ્થળે ફરકતો જોઈ તાલુકાવાસી ઓમા દેશભક્તિની પ્રેરણા ઝલકતી હતી