Food

green peas store : લીલા વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા અપનાવો આ રીત

Published

on

green peas store શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં લીલાં-લીલાં શાક આવવાનાં શરૂ થઈ જાય છે, પરંતુ સૌથી વધારે લીલા વટાણા જોવા મળે છે. (green peas store)આ સીઝનમાં લીલા વટાણાને સ્ટોર કરી લેવામાં આવે તો આખા વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ઘણીવાર સ્ટોર કર્યા બાદ વટાણાનો સ્વાદ એકદમ બદલાઈ જાય છે.

કેટલીકવાર ઘણા બધા વટાણા સ્ટોર કર્યા હોય તો તે એક-બે દિવસમાં જ સડવા લાગે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા થતી હોય તો અહીં જણાવેલ ટિપ્સ ફોલો કરી શકો છો. જેથી તમારા લીલા વટાણા લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

Advertisement

સ્ટોર કરતાં પહેલાં કરો આ કામ

જો તમે ઈચ્છતા હોવ કે, તમારા વટાણા બગડે નહીં, તેમાંથી દુર્ગંધ ન આવે, તો પ્રયત્ન કરવો જોઈએ કે પહેલાં તેને સૂકવી લો. કારણકે ભેજના કારણે વટાણા ચીકણા બની જાય છે અને થોડા સમય બાદ તે સડવા લાગે છે. એટલે વટાણાને છોલ્યા બાદ તેને ધોઈ લો અને બે-ત્રણ કલાક માટે તડકામાં સૂકવી દો. વટાણા બરાબર સૂકાઈ જાય એટલે તેને સ્ટોર કરવા માટે ફ્રિજમાં મૂકો.

Advertisement

લીલા વટાણાને કેવી રીતે સ્ટોર કરવા?

આમ તો લીલા વટાણાને ઘણી અલગ-અલગ રીતે સ્ટોર કરી શકાય છે, પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ 2 હેક્સ, જેની મદદથી વટાણાને ફ્રેશ રાખી સકાશે અને તેનો સ્વાદ પણ નહીં બગડે.

Advertisement

ટિપ – 1

જો તમે વધારે માત્રામાં વટાને સ્ટોર કરી રહ્યા હોવ તો તેના માટે એરટાઈટ કંટેનર કે એરટાઈટ પૉલિથીનનો ઉપયોગ કરો. આ માટે વટાણાને પૉલિથીનમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરો, જેથી વટાણામાંથી ભેજ દૂર રહે અને ઠંડકના કારણે વટાણાની સાઈઝ પણ નાની ન થાય.

Advertisement

ટિપ – 2

અમારી બીજી સૌથી પ્રભાવી રીત છે વટાણાને કાચની બરણીમાં વટાણાને સ્ટોર કરી શકાય છે. આ માટે જારને કોઈ ઠંડી જગ્યાએ મૂકો. જ્યારે પણ વટાણાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેમાંથી જરૂર પૂરતા વટાણા કાઢી લો અને બરણીને બંધ કરીને મૂકી દો. આ રીતે તમે વટાણાનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.

Advertisement

વટાણાને એક વર્ષ સુધી સ્ટોર કરવા કેટલા સુરક્ષિત ગણાય?

વટાણાને એક વર્ષ સુધી સ્ટોર તો કરી શકાય છે, પરંતુ તેનો સ્વાદ ફ્રેશ જાળવી રાખવો થોડો મુશ્કેલ છે. આ કારણે લીલા વટાણાને એક વર્ષ સુધી સ્ટોર ન જ કરવા જોઈએ. કારણકે સતત ફ્રિજમાં રાખવાથી વટાણા કડક થઈ જાય છે, જેનાથી તેના પેટમાં દુખાવો પણ થઈ શકે છે.

Advertisement

ફ્રિજમાંથી કાઢેલા વટાણાને કેવી રીતે રાંધવા?

જો તમે ઈચ્છતા હોવ કે ફ્રિજના વટાણા થોડા મુલાયમ રહે અને તેને ઈંસ્ટન્ટ રાંધી શકાય તો તેને પહેલાં થોડા નવશેકા પાણીમાં પલાળી દો. આનાથી વટાણા મુલાયમ થઈ જશે અને સરળતાથી ચઢી જશે.

Advertisement

  વધુ વાંચો

ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ,આગામી તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવ ઉજવાશે

Advertisement

ઇઝરાયેલમાં પીએમ નેતન્યાહુએ બનાવી નવી સરકાર, શપથગ્રહણની તારીખ હજુ નક્કી નથી

Advertisement

Trending

Exit mobile version