Vadodara
રામકૃષ્ણ મિશન વડોદરા અને બજરંગ દળ ઘોઘંબા દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણની શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ઘોઘંબા તાલુકાની શિક્ષણ અને સંસ્કાર ઘડતર ક્ષેત્રે અગ્રેસર રહેતી નાલંદા વિદ્યાલયમાં રામકૃષ્ણ મિશન વડોદરા અને બજરંગ દળ ઘોઘંબા દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિષય ઉપર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામકૃષ્ણ મિશન વડોદરાના અનંતરાનંદ જી સ્વામી ,ઘોઘંબા મામલતદાર જોષી ,નાલંદા વિદ્યાલયના ચેરપર્સન કુ.ભગવતી જોશી ,રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયેશ દુમાડિયા ,રામકૃષ્ણ મિશન વડોદરાના સ્વયમ સેવક ભાવેશ ભાઈ ,જીલ્લા સહ કાર્યવાહ પ્રણવભાઈ ,તેમજ ઘોઘંબા ના સરપંચ નિલેશ વરીઆ ,નાલંદા વિદ્યાલયના સંચાલિકા નેહલ જોષી , વિવિધ ગામોના યુવાનો અને એસ.એચ.વરીઆ સ્કૂલના શિક્ષકો બાળકો અને નાલંદા વિદ્યાલયના બાળકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ માં મુખ્ય મહેમાન અનંતરાનંદ સ્વામીએ યુવાનો અને બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને એકાગ્રતા વિષય ઉપર વિસ્તૃત સમજ આપી હતી.
યુવાનો અને બાળકોના આદર્શ સ્વામી વિવેકાનંદ ને સમર્પિત કાર્યક્રમ માં પશ્ચિમી સંસ્કૃતિની આંધળી દોટથી દુર રહી આપડા દેશની સંસ્કૃતિ ઉપર ધ્યાન આપતા આજના આ કાર્યક્રમમાં 31 ડિસેમ્બર ની ઉજવણી કરવાને બદલે ભારતીય સંસ્કૃતિ ઉપર ધ્યાન આપવા યુવાનોને અનેરો સંદેશો મળ્યો હતો.