Connect with us

Mahisagar

ખેડુતોને કમોસમી વારસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો શું કરવું

Published

on

What to do if the farmers find the possibility of unseasonal rains, rains and cloudy weather

જીરાનો પાક કમોસમી વારસાદ / માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ૭૫% વેટેબલ પાવડર ૩૦ગ્રામ તથા ૨૫ મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો.વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.

What to do if the farmers find the possibility of unseasonal rains, rains and cloudy weather
બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૨૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫% ઇસી ૫ મિલિ ૧૦ લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાના કોલસેન્ટરટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા
સંતરામપુર

Advertisement
error: Content is protected !!