Health

આંબાના પાંદડાના ફાયદા જાણી થશો આશ્ચર્યચકિત: જાણો  ડાયાબિટીસ અને હાઈ બીપીમાં કઈ રીતે થશે ઉપયોગી

Published

on

કેરી વિશ્વભરના સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે અને તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. અને  આપણે બધાને ઉનાળામાં આ સ્વાદિષ્ટ ફળનું સેવન કરવું સૌથી વધુ ગમે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આંબાના પાન પણ ખાઈ શકાય છે તેમજ તે  પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને આ પાંદડાનો ઉપયોગ ઘણા વિસ્તારોમાં ચા બનાવવા માટે પણ થાય છે. કેરીના પાનમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.

કેરીના પાનથી ત્વચાની સમસ્યાઓ દૂર કરી શકાય છે,કેમકે  તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે ફાઈન લાઇન્સ, ઉમર વધવાના લક્ષણો અને ત્વચાની શુષ્કતા ઘટાડવામાં મદદ કરે છે. પાંદડામાં હાજર એન્ટિબેક્ટેરિયલ ત્વચાની જલનની પણ સારવાર કરી શકે છે. ઝડપી પરિણામ મેળવવા માટે, આંબાના કેટલાક પાન લો અને તેને બાળી લો અને પછી રાખને લગાવો.ડાયાબિટીસમાં રાહત આપે છે અને કેરીના પાનમાં એન્થોસાયનીડિન નામના ટેનીન હોય છે. તેનો ઉપયોગ પ્રારંભિક ડાયાબિટીસની સારવારમાં થાય છે. તેના માટે પાંદડાને સૂકવીને તેનો પાઉડર બનાવી લો અને તેનું નિયમિત સેવન કરો.જે લોકોને હાઈ બ્લડપ્રેશર હોય તેઓ કેરીના પાનને ઉકાળીને ચા કે ઉકાળો બનાવીને પી શકે છે. તેમજ જે લોકો બેચેનીથી પીડાતા હોય તેમના માટે આંબાના પાનનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે.

Advertisement

આંબાના પાન અને લાકડાનો ઉપયોગ પ્રાચીન કાળથી પૂજાની વિધિમાં કરવામાં આવે છે. કલશની ઉપર કેરીના પાન રાખવામાં આવે છે. જેમાં હવનમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ સમયે, ડોકટરો આંબાના પાંદડામાંથી બનેલી ચા પીવાની ભલામણ કરે છે. કેરીના પાનમાં ફાયબર, વિટામિન સી અને પેક્ટીન હોય છે, જે ડાયાબિટીસમાં ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાંદડા સંજીવની બુટી સમાન છે, તેના સેવનથી બ્લડ સુગરને તરત જ નિયંત્રિત કરી શકાય છે.

આંબાના પાનમાંથી બનાવેલ પાઉડર કિડનીની પથરીમાં અસરકારક છે. આ માટે એક ગ્લાસમાં એક ચમચી કેરીના પાનનો પાવડર નાખીને આખી રાત પાણીમાં નાખી દો. તે પાણી સવારે પી લો. તેનાથી પથરી તૂટી જશે અને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જશે.કેરીના પાન ત્વચાની ખંજવાળ અને ઘાને મટાડવામાં અત્યંત મદદરૂપ છે. આ પાંદડાને પીસીને પેસ્ટ બનાવો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને ઈજા અથવા દાઝીને સરળતાથી રૂઝ આવે છે.

Advertisement

જો કોઈને પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં પણ કેરીના પાન ફાયદાકારક સાબિત થશે. આ માટે કેરીના કેટલાક પાનને પાણીમાં પલાળી રાખો અને તેને ઢાંકીને રાખો. આ પાણી સવારે ખાલી પેટ પીવાથી તમને ફાયદો થશે.કેરીના પાનમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જે તમારા વાળ માટે ફાયદાકારક હોઈ શકે છે અને તેને નુકસાનથી બચાવી શકે છે. કેરીના પાન વાળના વિકાસમાં મદદ કરે છે અને ખરવા પણ દેતા નથી.

Advertisement

Trending

Exit mobile version