Vadodara

૨૧ મી ફેબ્રુઆરીએ, ડેસર હાઇસ્કૂલમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવાયો…

Published

on

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને શ્રી એમ. કે. શાહ હાઇસ્કૂલ, ડેસરના સંયુક્ત ઉપક્રમે આજે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

ઉજવણીના ભાગ રૂપે સૌપ્રથમ શાળાના શિક્ષક મહેશભાઈએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ દેવેન્દ્રસિંહ રાઠોડે ‘માતૃભાષા’ અને ‘રાષ્ટ્રભાષા’ વિષે રોચક વાત કરી, અંતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના વડોદરા જિલ્લાના સહસંયોજક અને શાળાના આચાર્ય શૈલેશભાઈ માછી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી શા માટે? ક્યારથી ઉજવાય છે? તેની વિષે વાત કરીને આપણી માતૃભાષા ‘ગુજરાતી’ નું મહત્વ, ગૌરવ વિષે રસપ્રદ વાતો કરી. સાથે-સાથે વિદ્યાર્થીઓએ વાંચન કરવું જોઈએ તેવી આગ્રહ વ્યક્ત કર્યો હતો. આમ, શાળાના વિદ્યાર્થીઓ માતૃભાષાને જાણે, તેનું ગૌરવ વધારે, મહત્વ સમજે અને વાંચન વધારે તેવા શુભાશયથી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version