Gandhinagar
”આઝાદીકા અમૃત કાળ” માં ૭૪ પ્રજાસત્તાક દિન નું રાષ્ટ્રીય પર્વ ખૂબ હર્ષ અને ગૌરવપૂર્ણ રીતે બોરુ ગામમાં ઉજવાયો.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2023 અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે . આ વર્ષે આપણે ‘આઝાદીકા અમૃત મહોત્સવ” ની ઉજવણી પણ કરી રહ્યા છીએ. ત્યારે આ વખતનો પ્રજાસત્તાક દિન નું રાષ્ટ્રીય પર્વ ખૂબ હર્ષ અને ગૌરવપૂર્ણ રીતે ‘દિકરીની સલામ દેશને નામ ‘ થીમ ઉપર વિશેષ રીતે બોરુ પ્રાથમિક શાળામાં ઉજવાયો.
તે અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દિકરી જયશ્રીબેન કનુભાઈ વણકરના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવેલ . તેમજ વર્ષ દરમ્યાન જન્મેલી દિકરીઓને તેમનાં માતપિતા સહ આમંત્રિત કરી પ્રમાણપત્ર દ્વારા સન્માનીત કરી, સમાજમાં દિકરીઓના જન્મ ને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવે તેવો પ્રેરક સંદેશ મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી દ્વારા ઉપસ્થિત નાગરિક ગણને આપવામાં આવ્યો હતો.